2
1 અને આકાશ તથા પૃથ્વી તથા તેઓનાં સર્વ સૈન્ય પુરાં થયાં. 2 ને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે સાતમે દિવસે પૂરું કીધું; ને પોતાનાં સર્વ કરેલા કામોથી સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યો. 3 ને દેવે સાતમાં દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠરાવ્યો, કેમકે તેમાં દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. 4 આકાશ તથા પૃથ્વીનું ઉત્પતિવર્ણન આ છે; એટલે જે દિવસમાં યહોવાહ દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કીધા ત્યારે. 5 અને ખેતરનો કોઈ પણછોડવો હજુ પૃથ્વીમાં થયો નહોતો, વળી ખેતરનો કોઈ પણ શાક ઉગ્યું નહોતું; કેમકે યહોવાહ દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોઈ ખેડ્વાને કોઈ માણસ ન હતું. 6 પણ પૃથ્વીથી ધુંવર ચઢતી ને ભોઈની આખી સપાટી ભિંજવતી 7 ને યહોવાહ દેવે ભૂમિની માટીથી માણસને બનાવ્યું, ને તેના નસકોરાંમાં જીવનો શ્વાસ ફૂક્યો, ને માનસ સજીવ પરની થયું. 8 ને યહોવાહ દેવે પુર્વ્તરફ એદેનમાં એક વાડી બનાવી, ને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. 9 ને યહોવાહ દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારનું વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાધમાં સારાં; વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ભુંડું જાણવાનું વૃક્ષ ઉગાવ્યાં 10 ને વાળીને પાણી પાવા સારું, એક નદી એદેનમાંથી નીકળી, ને ત્યાંથી પુટીને તેના ચાર ફાંટા થયાં. 11 પહેલીનું નામ પીશોન, તે આખા હવીલાહ દેશને ઘેરે છે, જ્યાં સોનું છે; 12 ને તે દેશનું સોનું સારું, ને ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ છે. 13 બીજી નદીનું નામ ગીહોન, તે આખા કૂશ દેશને ઘેરે છે. 14 ત્રીજી નદીનું નામ હિદ્દેકેલ, તે આશુર દેશની પુર્વતરફ વહે છે. ને ચોથી નદીનું નામ ફ્રાત છે. 15 ને એદેનવાડી ખેડવાને, તથા તેનું રક્ષણ કરવાને, યહોવાહ દેવે તે માણસને તેમાં રાખ્યો. 16 ને યહોવા દેવે તે માણસને આ હુકુમ આપ્યો કે, વાડીના હરેક વૃક્ષથી તું ખાય કર; 17 પણ ભલું ભુંડું જાણવાના વૃક્ષનું તું ખાતો ના કેમકે તું ખાશે, તેજ દિવસે મરશેજ મારશે. 18 અને યહોવાહ દેવે કહ્યું કે, માણસ એકલો રહે, તે સારું નથી; તેને યોગ્ય એક સહાયકારી સૃજાવીશ. 19 ને યહોવાહ દેવે ખેતરના હરેક જાનવરને , તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કીધાં; ને તે માણસ તેઓનો નામ શું પાડશે, એ જોવાને તેઓને તેની પાસે લાવ્યા; અને તે માણસે હરેક જાનવરને જે કહ્યું તે તેનું નામ પડ્યું. 20 ને તે માણસે સર્વ ગ્રામપશુનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડ્યાં; પણ આદમને યોગ્ય સહાયકારી મળી નહિ. 21 ને યહોવાહ દેવે આદમને ભાર ઉંઘમાં નાખ્યો; ને તે ઊંધી ગયા પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું; 22 ને યહોવાહ દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે લાવ્યો. 23 ને તે માણસે કહ્યું કે, આ મારા હાડ્કામાંનું હાડકું ને મારા માંસ્માનું માંસ છે; તે નારી કેહવાશે, કેમકે તે નરમાંથી લીધેલી છે. 24 એ સારું માણસ પોતાના માંબાપને છોડીને, પોતાની વહુને વળગી રેહશે, ને તેઓ એક દેહ થશે. 25 ને તે માણસ તથા તેની વહુ બંને નાગાં હતા, પણ લાજતા ના હતા.